ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે. ડિસેમ્બર 1996 ત્રણ આરોપીઓ આ વિસ્ફોટક સાથે મહેસાણાથી પકડાયા ત્યારે બેંગકોક ત્યાંથી પટનાથી ખોટા પાસપોર્ટ પર મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ 2019માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો.
ગુજરાતમાં મહેસાણામાં કેસમાં પકડાયેલા મોહમદ ફઝલ, કુરેશી શકીલ નામના આરોપી ધરપકડ કર્યા બાદ અંડરવલ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેગકોક જતો રહ્યો હતો. 1999 સુધી ત્યાં રહી કામ કરતો હતો. પોરબંદરના મમુમિયા સાથે ઓળખાણ થઈ હતી બાદમાં સ્મગલિંગનો ધંધો શરૂ કર્યો હતો. જમશેદપુરના રહેવાસી મહંમદ ઇનામઅલી સાથે ઓળખ થઈ હતી. જેને પટનાથી મહંમદ કમાલ નામે અબ્દુલ મજીદ કુટ્ટીનો ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાંથી દુબઈથી મલેશિયા જઇ કાપડનો વેપાર કરતો હતો. વર્ષ 2019માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો.