New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/25215705/coronaviruspositive-e1601051244681.jpg)
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. 1 સપ્ટેમ્બરથી દૈનિક 1,400થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 61,912 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,442ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,279 દર્દી સાજા થયા છે અને 12 દર્દીના મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,30,391 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,396ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 10 હજાર 490 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,505 એક્ટિવ કેસમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર અને 16,413 દર્દીની હાલત સ્થિર છે.
Latest Stories