Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ, વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું

આ મતદાન મથકો પર 10 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

X

વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફ અને સુરક્ષા સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. વલસાડ લોકસભા બેઠક પર 9,39,379 પુરૂષ મતદારો અને 9,08,810 મહિલા મતદાન મળી કુલ 18,48,211 જેટલા મતદારો મતદાન કરશે, ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 2006 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે.

આ મતદાન મથકો પર 10 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે 4 હજારથી વધુ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સ્ટાફ ખડેપગે તૈનાત રહેશે. વલસાડ જિલ્લામાં 480 સંવેદનશીલ મતદાન મથકો છે. જેના પર વિશેષ નજર રાખવા માટે CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.

Next Story