કોંગ્રેસે સૌરાષ્ટ્ર- કચ્છમાં 17 સિટિંગ MLAને રિપીટ કર્યા, વાંચો કોને કોને રિપીટ કરાયા

કોંગ્રેસની બીજી યાદીમાં 46 નામ જાહેર કર્યા છે, તેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. જેમાં 17 સીટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે.

કોંગ્રેસે સૌરાષ્ટ્ર- કચ્છમાં 17 સિટિંગ MLAને રિપીટ કર્યા, વાંચો કોને કોને રિપીટ કરાયા
New Update

કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 નામ જાહેર કર્યા છે, તેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. જેમાં 17 સીટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે. તેમાં દસાડાના (એસસી) નૌશાદ સોલંકી, ચોટીલાના ઋત્વિક મકવાણા, ટંકારાના લલિત કગથરા, વાંકાનેરના મો. જાવેદ પીરજાદા, ધોરાજીના લલિત વસોયા, કાલાવડના પ્રવીણ મૂછડિયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢના ભીખાભાઈ જોશી, માંગરોળના બાબુભાઈ વાજા, સોમનાથના વિમલ ચૂડાસમા, ઉનાના પુંજાભાઈ વંશ, અમરેલીના પરેશ ધાનાણી, લાઠીના વીરજી ઠુમ્મર, સાવરકુંડલાના પ્રતાપ દૂધાત, રાજુલાના અમરીશ ડેર તથા તળાજાના કનુભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. આ સિવાય એકમાત્ર પાલિતાણાના પ્રવીણ રાઠોડ એવા ઉમેદવાર છે, જેઓ ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી હારી ગયા હતા છતાં તેમને રિપીટ કરાયા છે.

ગુજરાત કોંગ્રેસે જાહેર કરેલ બીજી યાદી:-



કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને બીજા રાઉન્ડની ટિકિટો ડિક્લેર કરવા સુધીની તક આપી છે. આમાં કચ્છની અબડાસા બેઠક પર મામદભાઈ જંગ, માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજમાં અરજણ ભૂડિયાને ટિકિટ આપીને ત્રણેય જૂના ચહેરાને કોંગ્રેસે બદલી નાખ્યા છે. સુરેન્દ્રનગરની લીમડી બેઠકમાં ઉમેદવારી કલ્પના મકવાણાને અપાઈ છે, જ્યારે રાજકોટમાં ગોંડલમાં યતીશ દેસાઈ અને જેતપુરમાં નવા ચહેરા તરીકે દીપક વેકરિયાને ટિકિટ મળી છે.

જામનગરમાં અત્યારસુધીમાં ફક્ત દક્ષિણ બેઠકમાં ઉમેદવાર બદલીને મનોજ કથીરિયાને ટિકિટ અપાઈ છે. આ રીતે જૂનાગઢના વિસાવદરમાં 2017ના MLA હર્ષદ રીબડિયા ભાજપમાં જતા કરસન વડોદરિયાને તક અપાઈ છે. ભાવનગરમાં પશ્ચિમની બેઠક પર કિશોરસિંહ ગોહિલ તથા ગઢડાની બેઠક પર જગદીશ ચાવડાનું નામ જાહેર કરાયું છે.

મધ્ય ગુજરાતના નર્મદા અને ભરૂચ જિલ્લામાં 2-2 નવા ચહેરાને તક અપાઈ છે, જ્યારે વર્તમાન MLAમાંથી વાંસદામાં અનંત પટેલ, નિઝરમાં સુનીલ ગામીત, વ્યારામાં પૂનાભાઈ ગામીત અને માંડવીમાં આનંદ ચૌધરીને રિપીટ કરાયા છે. જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી, મજૂરા, ઉધના, લિંબાયત, કરંજ, સુરત (ઉત્તર), સુરત (પૂર્વ), અને માંગરોળમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે.

#ConnectGujarat #Gujarat Congress #INC Gujarat #MLA List #AAP Gujarat MLA List #Vidhansabha MLA List #Congress MLA List #MlaCongress #Repeat MLA List #Assembly MLA List
Here are a few more articles:
Read the Next Article