ગાંધીનગર : કોરોનાની આવનારી ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સરકાર સજ્જ

ગાંધીનગર : કોરોનાની આવનારી ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સરકાર સજ્જ
New Update

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે વ્યાપક જાનહાની સર્જી રાજ્યના મોટાભાગના જિલ્લા અને તાલુકા મથકે ઓક્સિજનની અછત બેડના મળવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં સામે આવી હતી ત્યારે રાજ્ય સરકારે શિખામણ લીધી હોઈ તેમ હવે સરકાર અને આરોગ્ય તંત્રે ત્રીજી લહેરનો સામનો કરવા અત્યારથી મોટા પાયે તૈયારીઓ કરી છે. કોરોના પર અંકુશ મેળવવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સની સોમવારે મળેલી બેઠકમાં સરકારે આ અંગે ચર્ચા કરી હતી. ચર્ચાના આધારે ત્રણ દિવસમાં તૈયાર થયેલા અહેવાલને આધારે સરકાર ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન ઘડી કાઢશે.

publive-image

રાજ્યમાં ત્રીજી લહેર દરમ્યાન સંક્રમણ વધે તો તે સ્થિતિને પોહચી વળવા માટે રાજ્યમાં સવાથી દોઢ લાખ જેટલી પથારીઓ અને હોસ્પિટલો તૈયાર થઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે મોટા સરકારી મકાનોમાં હંગામી હોસ્પિટલો ઊભી કરાશે તથા કેસની સંખ્યા મુજબ ખાનગી હોસ્પિટલો સાથે કરાર થશે તથા ક્વોરેન્ટાઇન સેન્ટરોની સંખ્યા વધારાશે. આયોજન અનુસાર ઉપલબ્ધ ક્ષમતાના 80 ટકા સુધી પથારી ભરાય ત્યાં સુધીમાં બીજી એટલી જ પથારીઓ નવી ઉપલબ્ધ બની જાય એ‌વી વ્યવસ્થા કરાશે.

publive-image

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની વ્યાપક અછત સર્જાઈ હતી અનેક લોકો ઓક્સિજન વગર મોતને ભેટયા હતા ત્યારે ત્રીજી લહેરમાં ઓક્સિજન સ્ટોક રિઝર્વ કરવામાં આવશે. ઓક્સિજન માટે કાયમી ધોરણે 700 ટનનો એક અનામત જથ્થો એટલે કે રિઝર્વ ઊભો કરાશે, જે ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવાશે. ગુજરાતમાં હાલ ઓક્સિજનની માંગ વધુ છે. પરંતુ કેસ ઓછા થયા પછી આ યોજના પર કામ થશે. ઓક્સિજનની કુલ ક્ષમતા ઉપરાંતનો આ જથ્થો હશે.

રાજ્યમાં ગંભીર દર્દીઓ માટે વેન્ટિલેટર ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ રહે તેવું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકાર દવારા સપ્લાય ચેનનાં નિષ્ણાતોની મદદ લેવામાં આવશે, તો સાથે વરિષ્ઠ અધિકારોને પણ અલગ અલગ જવાબદારી આપવામાં આવશે. જેથી કોઇ સ્થળે આ પૈકીનું કાંઇ ખૂટે અથવા તેની તંગી વર્તાય તેવાં સંજોગો ઊભાં ન થાય અને યોગ્ય સમયે તેનો પૂરવઠો મળી રહે આમ ત્રીજી લહેર દરમ્યાન રાજ્ય સરકાર વ્યાપક પ્રમાણમાં તૈયારીઓ કરી રહી છે.

#Gujarat government #Gandhinagar News #Connect Gujarat News #Vijay Rupani #Oxygen Plant #Gujarat Fights Corona #corona virus gujarat #3rd wave of corona
Here are a few more articles:
Read the Next Article