રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણનું કંટ્રોલમાં છે તો બીજીતરફ તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુમાં વધુ છુટછાટ આપવાની જાહેરાત કરાઈ છે. આગામી 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર એટલે કે એક મહિના સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ સિનેમા હોલ તેમજ રેસ્ટોરન્ટના સમય અને ક્ષમતામાં પણ વધારો કરાયો છે. હવે સિનેમા 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે તેમજ હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં કે હાલમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે તેમા બે કલાકની રાહત આપી 30 ઓક્ટોબરથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા, ફરવા માટે જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને થિયેટરો 100 ટકા પ્રેશકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.