ગુજરાતની પ્રજાને ભાજપમાં પુર્ણ વિશ્વાસ, આઠેય પેટા બેઠકો જીતાડી દીવાળીની આપી ભેટ

New Update
ગુજરાતની પ્રજાને ભાજપમાં પુર્ણ વિશ્વાસ, આઠેય પેટા બેઠકો જીતાડી દીવાળીની આપી ભેટ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણીમાં કોનો વિજય થશે તેના એક સપ્તાહથી ચાલી રહેલાં સસ્પેન્સનો અંત આવ્યો છે. મંગળવારના રોજ હાથ ધરાયેલી મત ગણતરીમાં તમામ આઠ બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીના પરિણામો મંગળવારના રોજ જાહેર થઇ ચુકયાં છે. તમામ પરિણામો ભાજપની તરફેણમાં આવ્યાં છે. તમામ બેઠકો પર મતદારોએ કોંગ્રેસને જાકારો આપી ભાજપમાં વિશ્વાસ અકબંધ રાખ્યો છે. કરજણ બેઠક પર અક્ષય પટેલનો 16 હજારથી વધુ, અબડાસા બેઠક પર પ્રધયુમનસિંહ જાડેજાનો 36 હજાર કરતાં વધારે, ગઢડામાં આત્મારામ પરમારનો 20 હજાર કરતાં વધુ, કપરાડામાં જીતુ ચૌધરીનો 42 હજાર કરતાં વધુ, ડાંગમાં વિજય પટેલનો 45 હજાર કરતાં વધારે, લીમડીમાં કીરીટ રાણાનો 30 હજાર કરતાં વધારે, મોરબીમાં બ્રિજેશ મેરજાનો 4 હજાર કરતાં વધુ અને ધારીમાં જે.વી.કાકડીયાનો 16 હજાર કરતાં વધારે મતથી વિજય થયો છે. ભાજપ તમામ બેઠકો જીતતા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. ભાજપના કાર્યકરો કોરોનાને કોરાણે મુકી મન મુકીને નાચ્યાં હતાં.

તો બીજી તરફ ભરૂચના પંચબત્તી સર્કલ ખાતે પણ ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે પાર્ટીના કાર્યકરોએ કરેલી મહેનતને વખાણી મતદારોનો આભાર માન્યો હતો.

Latest Stories