નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં માર્ગ બનાવવા માટે પ્લાસ્ટિકના 1.2 ટન વેસ્ટના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે..
વિશ્વમાં પ્લાસ્ટિક એ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતો પદાર્થ બની ગયો છે ત્યારે પર્યાવરણ અને પ્રદુષણ ની જાળવણી માટે નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાએ નવા જ પ્રકારનો ચીલો ચીતર્યો છે. પાલિકા દ્વારા પ્લાસ્ટિકનો રસ્તો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાંથી એકત્ર થતો ટન બંધ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવે છે. જે ડપિંગ સાઇટ પર ભેગો થઈ વર્ષો સુધી તેનો યોગ્ય નિકાલ નહીં થતા તે પ્રદુષણ વધારે છે.
જેને સરળ રીતે ડામવાનો એક નવતર પ્રયોગ બીલીમોરા નગરપાલિકા દ્વારા હાથ ધરાયો છે. જેમાં પાલિકા વિસ્તારમાંથી એકત્ર થતા કચરામાંથી પ્લાસ્ટિકને છૂટું પાડી તેને માર્ગ બનવવાના ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આજે વિશ્વમાં માનવજાતની સાથે સાથે સમગ્ર સજીવસૃષ્ટિનો દુશ્મન પ્લાસ્ટિક વેસ્ટ છે. જેનો નાશ નથી કરી શકાતો. આવા સંજોગોમાં પ્લાસ્ટિકને રસ્તા બનાવવાના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. બીલીમોરા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ સોમનાથ નજીક માધવબાગ સોસાયટી પાસે આ રસ્તો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે
જેમાં પહેલા નીચે પ્લાસ્ટિક મૂકવામાં આવ્યું અને એના ઉપર લેવલ કરી ડામરનો રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ કરવાથી નગરપાલિકા કરોડો રૂપિયા વર્ષના અંતે બચાવી શકશે અને બિન ઉપયોગી થતું પ્લાસ્ટિકનો પણ આમાં ઉપયોગ કરી દેવાની શરૂઆત કરવામાં આવી છે