અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામની વચ્ચે આવેલ પીપળાના કારણે અકસ્માતની શક્યતા સેવાય રહી છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામની વચ્ચોવચ રસ્તા ઉપર જ આશરે 100 વર્ષ જૂનો પીપળો આવેલો છે. આ પીપળો સાવ બોદાઈ ગયેલો છે ક્યારે પડે એ નક્કી નથી પીપળાના વચ્ચેથી વિદ્યુત બોર્ડની લાઈન પસાર થાય છે અને પીપળાની નીચેથી ગામનો મુખ્ય રસ્તો પસાર થાય છે.ગામમાં હાઈસ્કૂલ પણ આવેલી છે.
આશરે 700 બાળકો અને ગામ લોકો આ રસ્તેથી પસાર થાય છે ત્યારે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહયો છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી એમ છતા પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી.