Connect Gujarat
ગુજરાત

ગુજરાતના તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય, યોગેશ પટેલને બનાવાયા પ્રોટેમ સ્પીકર !

ગુજરાતમાં 18માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની નવી સરકાર સત્તારૂઢ થઇ ગઇ છે અને નવા મંત્રીમંડળે શપથ પણ લઇ પોતાની કામગીરી શરુ કરી દીધી છે

ગુજરાતના તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય, યોગેશ પટેલને બનાવાયા પ્રોટેમ સ્પીકર !
X

ગુજરાતમાં 18માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની નવી સરકાર સત્તારૂઢ થઇ ગઇ છે અને નવા મંત્રીમંડળે શપથ પણ લઇ પોતાની કામગીરી શરુ કરી દીધી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના 100 દિવસમાં નવી યોજનાઓ તથા હયાત યોજનાના અમલીકરણ પર ભાર મૂકવા લક્ષ્ય આપ્યું છે. બીજી તરફ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલની વરણી કરાઇ છે.ગુજરાતની જનતાએ ફરી એક વાર ભાજપ પર અતૂટ ભરોસો મૂક્યો છે જેથી સરકાર માટે પ્રજાલક્ષી કાર્ય કરીને લોકોની અપેક્ષા પુરી કરવી પડશે.

લોકોની અપેક્ષા પુરી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારનું નવું લક્ષ્ય છે જેથી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને વિશેષ કામગીરી સોંપી છે. તમામ મંત્રીઓને પોતાના વિભાગના પ્રથમ 100 દિવસની કામગીરીનું લક્ષ્ય અપાયું છે પ્રથમ 100 દિવસમાં મંત્રીઓને પોતાના વિભાગમાં નવી યોજનાઓ અને હયાત યોજનાઓના અમલીકરણ પર ભાર મૂકવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે અને વિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે પણ જે તે મંત્રી ને વિભાગમાં કામગીરી શરૂ કરવા તાકીદ કરી છે બીજી તરફ વડોદરા માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ ને નવા પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ સત્તાવાર જાણ કરાઇ છે. યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેવડાવે અને કાયમી સ્પીકર ની ચૂંટણી પ્રક્રિયા પણ તેઓ જ હાથ ધરશે

Next Story