રાજ્યના 13 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ, સુરેન્દ્રનગર દેશમાં સૌથી ઓછો વરસાદ ધરાવતો 5મો જિલ્લો

ગુજરાત | Featured | સમાચાર , રાજ્યમાં જૂન, જુલાઇ બાદ ઓગસ્ટમાં પણ વરસાદની અનિયમિતાના કારણે સ્થિતિ બગડી રહી છે. 19 ઓગસ્ટની સ્થિતિએ રાજ્યના 33 પૈકી 20 જિલ્લામાં વરસાદ

New Update
wethaer

રાજ્યમાં જૂન, જુલાઇ બાદ ઓગસ્ટમાં પણ વરસાદની અનિયમિતાના કારણે સ્થિતિ બગડી રહી છે. 19 ઓગસ્ટની સ્થિતિએ રાજ્યના 33 પૈકી 20 જિલ્લામાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જે પૈકી 13 જિલ્લામાં 20%થી વધુ વરસાદની અછતના કારણે અછતનું ઓરેન્જ એલર્ટમાં મુકાયા છે. રાજ્યમાં સૌથી વધુ 70.23% વરસાદની ઘટ સુરેન્દ્રનગર જિલ્લામાં છે.

એટલું જ નહીં, દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમા ક્રમે છે. બીજી બાજુ, 13 જિલ્લામાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 64.49% વરસાદ પડી ગયો છે. એક દિવસ વરસાદ ન વરસે તો 33 જિલ્લામાં દરરોજ 3 મીમીથી લઇ 15.6 મીમી સુધી વરસાદની ઘટ પડી રહી છે. એક દિવસ વરસાદ ન થાય તો રાજકોટમાં સૌથી ઓછો સરેરાશ 3 મીમી, જ્યારે ડાંગમાં સૌથી વધુ સરેરાશ 15.6 મીમી વરસાદની ઘટ પડે છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 85%, પૂંછમાં 81%, કુલગામમાં 75% તેમજ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતીમાં 71% વરસાદની ઘટ વર્તાઇ રહી છે.

Latest Stories