મુંબઈ હુમલાના 13 વર્ષ,પાકિસ્તાન હ્યુમન ટેરેરિઝમથી વળ્યું નાર્કો ટેરેરિઝમ તરફ,નિહાળો અમારી વિશેષ રજૂઆત

દેશની આર્થિક રાજધાની મુંબઈને હચમચાવી દેનારા આંતકવાદી હુમલાને આજે 13 વર્ષ થઈ ગયા છે.

New Update
મુંબઈ હુમલાના 13 વર્ષ,પાકિસ્તાન હ્યુમન ટેરેરિઝમથી વળ્યું નાર્કો ટેરેરિઝમ તરફ,નિહાળો અમારી વિશેષ રજૂઆત
Advertisment

દેશની આર્થિક રાજધાની મુંબઈને હચમચાવી દેનારા આંતકવાદી હુમલાને આજે 13 વર્ષ થઈ ગયા છે. મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલાને અંજામ આપવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. પાકિસ્તાનથી આવેલા અંતવાદીઓએ કુબેર નામની બોટના ખલાસીને હત્યા કરી નાખી અને બાદમાં આ બોટમાં મુંબઈ આવી લોહિયાળ ખેલ ખેલ્યો હતો. આતંકવાદના મુદ્દે અનેક પછડાટ ખાવા છતાં પાકિસ્તાન હજી તેની પૂંછડી વાંકી રાખી રહ્યું છે. પાકિસ્તાન તેના નાપાક ઇરાદાઓ પાર પાડવા હવે દરિયાઈ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની તસ્કરી માટે કરી રહ્યું છે.

Advertisment

આજે મુંબઈ હુમલાની 13મી વરસી છે. 26 નવેમ્બર 2008 એ કાળો દિવસ હતો, જ્યારે આતંકવાદીઓએ તેમના નાપાક ઈરાદાઓથી મુંબઈની એ સાંજને ભયાનક બનાવી દીધી હતી. આજનો દિવસ ભારતીય ઈતિહાસના એ કાળા દિવસોમાં નોંધાયેલો છે, જ્યારે આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈને લોહીના આંસુથી રડાવી દીધું હતું. માત્ર મુંબઈ અને ભારત જ નહીં પરંતુ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આ દિવસને ભૂલી શકતો નથી. આ દિવસે પાકિસ્તાનની ધરતી પર તાલીમ લઈને આવેલા આતંકવાદીઓએ મુંબઈની શેરીઓ, રેલ્વે સ્ટેશનો, હોટેલો અને કાફેમાં લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ત્યાંથી નીકળતી ચીસોએ વિશ્વને ચોંકાવી દીધું. પાકીસ્તાનથી આવેલા આ આંતકીઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતી જ્યારે 13 વર્ષ બાદ પણ ડ્રગ્સની તસ્કરી માટે પણ પાકિસ્તાન દારયાઈ માર્ગનો ઉપયોગ કરે છે. અને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. 26/11 ને 13 વર્ષ વીતી ગયા પરંતુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતું નથી.

13 વર્ષ પહેલા આજની જ સાંજે એટ્લે કે 26 નવેમ્બર 2008ની સાંજે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકીઓએ કરેલા હુમલાએ દેશને હચમચાવી દીધો હતો. મુંબઈના એ ઘા હજી તાજા છે, મૃત્યુના એ તાંડવને કોઈ કેવી રીતે ભૂલી શકે છે? 26 નવેમ્બર 2008 એ કાળો દિવસ હતો જ્યારે આતંકવાદીઓએ તેમના નાપાક ઈરાદાઓ સાથે મુંબઈમાં મોતનો તાંડવ બતાવ્યો હતો. દેશના 18 બહાદુર સૈનિકો સહિત 166 લોકોના મોતને ન તો મુંબઈ ભૂલી શક્યું છે, ન તો ભારત અને ન તો દુનિયા ભૂલી શકી છે અને તે ક્યારેય ભૂલી શકાશે નહીં.

આતંકવાદીઓને આશ્રય અને તાલીમ આપવાવાળા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા 10 આતંકવાદીઓ દ્વારા મુંબઈમાં કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારના કારણે 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકોના મોત થયા હતા. એટલું જ નહીં આ આતંકવાદી હુમલામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓના નિશાન પર મુંબઈના એ ભાગો હતા, જેના પર મુંબઈ અને મુંબઈકરોને ગર્વ છે. તેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST), ઓબેરોય ટ્રાઇડેન્ટ હોટેલ, હોટેલ તાજ, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને નરીમાન હાઉસ મુખ્ય હતું. આ સિવાય આતંકવાદીઓએ મુંબઈના રસ્તાઓ પર પણ પોતાના લોહિયાળ ઈરાદાઓને અંજામ આપ્યો હતો. મુંબઈની ATSના તત્કાલીન વડા હેમંત કરકરે આતંકવાદીઓ સાથે સીધી લડાઈમાં શહીદ થયા હતા. ભારતીય સેનાના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટે, સિનિયર ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર પણ આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા. દેશના આ બહાદુર જવાનોની શહાદતને દુનિયા ભાગ્યે જ ભૂલી શકે. મુંબઈની સુરક્ષામાં લાગેલા બહાદુરોએ આ હુમલાઓ વચ્ચે આતંકવાદી અજમલ અમીર કસાબને જીવતો પકડી લીધો હતો અને તેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આજે 26/11ના મુંબઈ આતંકી હુમલાની ઘટનાને 13 વર્ષ થઈ ગયા છે, પરંતુ મુંબઈના ઘા હજુ પણ તાજા છે.

મુંબઈ હુમલાને અંજામ આપનાર આ આતંકીઓ પાકિસ્તાનથી દરિયાઈ મારફતે આવ્યા હતા અને 13 વર્ષ બાદ હવે ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાને પોતાના કાળા કારોબારનો અડ્ડો બનાવ્યો, નાપાકના ઈરાદાઓ હવે ભારતના યુવાધનને નશાના રવાડે ચડાવવાના છે. પાકિસ્તાન હવે દરિયાઈ માર્ગનો ઉપયોગ ભારતમાં ડ્રગ્સની તસ્કરી માટે કરી રહ્યું છે.

ભારતની જમીની સરહદો પર પહેરો વધતા હવે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાને પોતાના કાળા કારોબારનો અડ્ડો બનાવ્યો છે. અને તહેવારો પહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલમાં જ ગુજરાતના દરિયા મારફતે દેશનમાં કરોડોના ડ્રગ્સ ઘુસાડવાના બે પ્રયાસો નિષ્ફળ કરાયા છે. 2021ના વર્ષમા ગુજરાત કિનારા પર તથા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સિમામાંથી કરોડો રૂપીયાના હેરોઈન ડ્રગ્સના કન્સાઈમેન્ટ પકડાયા છે. જોકે આ મામલે, ગુજરાત પોલીસ એ પ્રકારની કામગીરી કરી રહી છે કે, પાકિસ્તાનના છેલ્લા ત્રણ-ચાર ગુજરાત મોકલવાના ડ્રગ્સના સંપૂર્ણ પ્રયાસો નિષ્ફળ ગયા છે. છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાન દ્વારા દરિયાઈ માર્ગે ડ્રગ્સ મોકલવાના પ્રયાસોને રાજ્ય પોલીસે તમામ નિષ્ફળ બનાવ્યા છે.

ઓદ્યોગીક રીતે વિકસિત ભરુચ જિલ્લો પણ લાબો દરિયા કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પર જ અનેક મોટા ઉદ્યોગો આવેલા છે ત્યારે ભરુચ જીલ્લામાં દરિયાકાંઠાની સુરક્ષાએ પોલીસ માટે મોટો પડકાર છે. હાંસોટ નજીક નદી અને સમુદ્રના સંગમ સ્થળે આવેલ આલિયાબેટ ભૂતકાળમાં ગેરકાયદેસર ગતિવિધિઓ માટે પંકાયો હતો ત્યારે ભરુચ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામા આવી રહી છે

Advertisment

મુબાઈ હુમલાના આજે 13 વર્ષ બાદ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાઝ નથી આવી રહ્યું. હાલ એક વાત તો સ્પષ્ટ છે કે, પાકિસ્તાન નાર્કો ટેરેરિઝમ દ્વારા દેશના યુવાનોને બર્બાદ કરવાનું નેટવર્ક ફેલાવી રહ્યું છે. પંજાબ બાદ હવે ગુજરાતની યુવાપેઢી પાકિસ્તાનનો ટાર્ગેટ હોવાની આશંકાઓ છે. ત્યારે આ ડ્રગ્સ માફિયાઓને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બની છે. પરંતુ માત્ર સુરક્ષા એજન્સીઓથી જ આ અટકાવવું અશક્ય છે. તેના માટે ગુજરાત અને દેશના દરેક જાગૃત નાગરિકે જાગવું પડશે.

Latest Stories