ભાજપની પ્રથમ યાદીમાં 14 મહિલાઓનો પણ સમાવેશ, રિવાબા અને ગીતાબાને પણ આપી ટિકિટ...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

New Update
ભાજપની પ્રથમ યાદીમાં 14 મહિલાઓનો પણ સમાવેશ, રિવાબા અને ગીતાબાને પણ આપી ટિકિટ...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. પરથી યાદીમાં 14 મહિલા ઉમેદવારને ટિકિટ આપી ચોંકાવી દીધા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી 14 મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા જામનગર ઉત્તર બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા)ની ટિકિટ કાપવામાં આવી છે. તેની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે, જ્યારે ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજા રિપીટ કરવામાં આવ્યા છે. તો ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટ લઈને માથાકૂટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડા અનિરુદ્ધસિંહ પોત-પોતાના દીકરાને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાની 148 અનુ. જનજાતિ અનામત બેઠક પર ભાજપે પ્રથમવાર એક મહિલાને મેદાનમાં ઉતાર્યા છે. ડૉ. દર્શના દેશમુખ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે, અને તેમણે આદિજાતિ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અને વન વિકાસ નિગમના ડાયરેક્ટર સહિત અનેક રાજ્યોમાં ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી કરી છે. તેમના પિતા સ્વ. ચંદુભાઈ દેસમુખ ભરૂચ સાંસદ તરીકે અનેક ટર્મ રહ્યા અને ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું હતું. આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ. દર્શના દેશમુખને ટિકિટ આપી છે.

Latest Stories