વડોદરા BJP કોર્પોરેટરના ભાઈ પાસે રૂ.1 કરોડની ખંડણી માંગનાર 2 આરોપી ઝડપાયા

કોર્પોરેટરના મોટાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
ખંડણી માંગનાર 2 આરોપી ઝડપાયા

વડોદરામાં  ભાજપના કોર્પોરેટરના મોટાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામ સિંઘ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની સાથે એક કરોડ રૂપિયાની ખંડણી માગવાની ધમકી મળી.

આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીતારામસિંઘની દુકાને અગાઉ કામ કરતા રામનિવાસ બિશ્નોઇ સામે તેમણે શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો અને કડી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

રામનિવાસની પ્રાથમિક પુછતાછમાં તેણે સીતારામસિંઘને ફરી નોકરી આપવા માટે વાત કરી હતી પરંતુ, તેમણે ઇન્કાર કરી દેતા તેણે આ પ્લાન ઘડ્યો હતો. પ્લાનમાં તેણે પોતાના એક મિત્ર અને રીઢા ગુનેગાર પ્રલ્હાદ બિશ્નોઇને ટીપ આપી અને કહ્યું કે " હું આ પરિવારને ઓળખું છું આ રીતે ધમકી આપીશું તો 20-25 લાખ તો આપી જ દેશે"... પ્લાન મુજબ તેમણે પહેલા મોબાઇલ ફોન ખરીદ્યો બીજા રાજ્યમાંથી સીમકાર્ડ ખરીદ્યું અને ફોન કરવા માટે હરીયાણ બોર્ડર પહોંચી ખંડણી અને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો.

તેની પુછતાછમાં એવી પણ વિગતો મળી કે, પ્લાન મૂજબ તેઓ વડોદરાના પંડ્યા બ્રીજ પાસે ભેગા થવાના છે. જેથી રામનિવાસ પાસે કોલ કરાવી પ્રલ્હાદને વડોદરા બોલાવવામાં આવ્યો અને આવતાની સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પ્રહલાદ પાસેથી પોલીસે એક તમંચો અને 6 જીવતા કારતૂસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Latest Stories