New Update
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઈડરના સદાતપુરા તેમજ લાલોડા ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ સર્જાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી 14 કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માંખીનો નાશ કરાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકો માટે પણ તંત્ર દ્વારા પાયારૂપ સુવિધા સાથે સારવાર અપાઈ રહી છે
Latest Stories