અયોધ્યા ખાતે યોજાશે શ્રી રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા પૂજાનું આયોજન
નર્મદા જિલ્લાના 2 સાધુ સંતોનો પણ આમંત્રણમાં કરાયો સમાવેશ
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર છે, ત્યારે હજારો સાધુ-સંતોની વચ્ચે નર્મદા જિલ્લાના 2 સાધુ-સંતોનો પણ આમંત્રણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યા ખાતે બની રહ્યું છે, ત્યારે તા. 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો ઉપરાંત દેશના મોટા ઉદ્યોગપતિઓ તેમજ બોલીવુડના સ્ટારને પણ આમંત્રણ આપવામાં આવશે,
જ્યાં હજારોની સંખ્યામાં દેશભરના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ આમંત્રણમાં નર્મદા જિલ્લાના 2 સાધુ સંતોનો પણ સમાવેશ થયો છે. નર્મદા જિલ્લાના બોરીયા ખાતે વાલ્મિકી આશ્રમના સંચાલક અને ગરીબ આદિવાસી બાળકોને ધર્મનું જ્ઞાન આપતા કમલાકર મહારાજ અને ડેડીયાપાડાના જલારામ આશ્રમના સંચાલક સુરેન્દ્રગીરી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે કમલાકર મહારાજે જણાવ્યું હતું કે, અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળતાં મારી ખુશીનો પાર રહ્યો નથી.
તેઓએ ભૂતકાળમાં જ્યારે ભગવાન તંબુમાં રહેતા હતા, તે વખતે તેઓને દર્શન થયા હતા, ત્યારે તેમને પણ એક ઈચ્છા હતી અને મનમાં વિચારતા હતા કે, ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ક્યારે બનશે.?, ત્યારે હવે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, અને પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેમને જે આમંત્રણ મળ્યું છે, જેને લઇને તેઓ ખૂબ આનંદિત થયા છે.