Connect Gujarat
ગુજરાત

અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...
X

પાણીમાં ડૂબવાથી મોત થવાની 2 આલગ અલગ ઘટના

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

રાજ્યમાં પાણીમાં ડૂબી જવાથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે નદીમાંથી મૃત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ટીંબી ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં યુવકનો મૃતદેહ જોતાં જ ઘટના સ્થળે ગ્રામજનોના ટોળેટોળા એકઠા થયા હતા. આ સાથે જ નાગેશ્રી પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક તપાસ અર્થે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાગેશ્રી પોલીસ દ્વારા વધુ અજાણ્યા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ, પાણીમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો જુનાગઢમાં પણ યથાવત રહ્યો છે. જુનાગઢના ઇન્દ્રેશ્વરમાં ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. જેનો મૃતદેહ ચેક ડેમ નજીક આવેલ ખાડીમાં તરતો જોવા મળતા ગ્રામજનોએ પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવના પગલે ફાયર વિભાગની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવાન શહેરના ખામધોળ વિસ્તારનો રહેવાસી મિહિર નિમાવત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story