રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ ૨૦૨૨ દરમ્યાન નવા ૧૯૬૮ વર્ગખંડોનું બાંધકામ તથા ૩૯૯૦ વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.