Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 25 દર્દીએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 25 દર્દીએ કોરોનાને મ્હાત આપી

રાજ્યમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 25 દર્દીએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 25 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,49,099 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી 251 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 247 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,595 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 25 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.

Next Story