ગાંધીનગર : રાજ્યના મહેસૂલ વિભાગમાં GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન

ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપ્યું છે.

New Update
GAS

ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

GAS List

નોટિફિકેશન મુજબઆ અધિકારીઓને અત્યાર સુધી મળી રહેલા 'સિનિયર સ્કેલ' (પે-મેટ્રિક્સ લેવલ-12,રૂ.78,800 - 2,09,200) માંથી પ્રમોશન આપીને 'સિલેક્શન સ્કેલ' (પે-મેટ્રિક્સ લેવલ-13) માં મૂકવામાં આવ્યા છે. હવે આ અધિકારીઓનો નવો પગાર સ્કેલ રૂ.1,23,100 થી રૂ.2,15,900 રહેશે.

મહત્વની વાત એ છે કેસરકારે આ અધિકારીઓને પ્રમોશન આપવાની સાથે હાલમાં તેઓ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છેતે જ પોસ્ટ પર તેમને રિ-એપોઈન્ટ (પુનઃ નિયુક્ત) કર્યા છે. એટલે કેહાલના તબક્કે તેમની બદલી કરવામાં આવી નથીતેઓ વર્તમાન હોદ્દા પર રહીને જ પ્રમોશનનો લાભ મેળવશે.

Latest Stories