36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ડાંગ જિલ્લાના 500 રમતપ્રેમીઓ સહભાગી થશે...

ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ડાંગ જિલ્લાના 500 જેટલા રમતપ્રેમીઓ સહભાગી થશે.

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ડાંગ જિલ્લાના 500 રમતપ્રેમીઓ સહભાગી થશે...
New Update

ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ડાંગ જિલ્લાના 500 જેટલા રમતપ્રેમીઓ સહભાગી થશે. ગુજરાતના યજમાનપદે યોજાઈ રહેલી નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ, તા. 29મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે નરેદ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયો છે.

આ પ્રસંગે ડાંગ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, રમતવીરો, રમતપ્રેમીઓ પણ સહભાગી થનાર છે. આ કાર્યક્રમમા ડાંગ જિલ્લાના રમતવીરો અને વિદ્યાર્થીઓને 36મી નેશનલ ગેમ્સમાં લઈ જવા સદર્ભે કરવાની થતી. આનુશાંગિક વ્યવસ્થાઓ સંદર્ભે, ડાંગ જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજવામા આવી હતી. જેમાં કલેકટર ભાવિન પંડ્યાએ સુચારુ માર્ગદર્શન સાથે આયોજન વ્યવસ્થા બાબતે સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાથી કુલ 10 બસો મારફત 500 જેટલા વિદ્યાર્થીઓ સાથે, દરેક બસ દીઠ એક પોલીસકર્મી અને આરોગ્યકર્મીની સેવા પણ ઉપલબ્ધ કરાવવાની તૈયારી હાથ ધરવામા આવી રહી છે. આયોજન વ્યવસ્થા અંગે મળેલી આ બેઠકમા અધિક કલેકટર પી.એ.ગાવિત, નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલ, શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા, RCHI ડો. સંજય શાહ, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, જિલ્લાની કોલેજના આચાર્યઓ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળ પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#participate #National Games #BeyondJustNews #opening ceremony #Connect Gujarat #sports enthusiasts #Dang #Gujarat
Here are a few more articles:
Read the Next Article