ગુજરાત ડીજીપી માટે ૬ નામો કેન્દ્રમાં મોકલાયા,વાંચો કોણ છે રેસમાં આગળ

આગામી 31મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે

New Update
ગુજરાત ડીજીપી માટે ૬ નામો કેન્દ્રમાં મોકલાયા,વાંચો કોણ છે રેસમાં આગળ

આગામી 31મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે લાંબી ચર્ચા વિચારણા બાદ આગામી DGP માટે ગુજરાત સરકાર દ્વારા છ પોલીસ અધિકારી ના નામની પેનલ UPSC માં મોકલવામાં આવી છે. આ પેનલમાંથી ગુજરાતના આગામી DGPનું નામ ફાઇનલ કરવામાં આવશે.કેન્દ્રમાં જે નામો પેનલમાં મોકલવામાં આવ્યા છે તેમાં અતુલ કરવાલ જેઓ ગુજરાત બેચના જ 1988ના IPS અધિકારી છે અને હાલમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર NDRFના DG તરીકે ફરજ બજાવી રહ્યા છે.તો 1989ની બેચમાંથી ચાર અધિકારીઓના નામ આપવામાં આવ્યા છે જેમાં વિવેક શ્રીવાસ્તવ: સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્પેશ્યલ ડાયરેક્ટર વિકાસ સહાય: ADGP અનિલ પ્રથમ: ADGP અજય તોમર સુરતના પોલીસ કમિશનર અને ૧૯૯૧ . શમશેર સિંઘ નું નામ પણ છે જે વડોદરા પોલીસ કમિશનર છે આ નામો માંથી ફાઇનલ કરવામાં આવશે ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનું એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના એક્સેન્ટેશનના કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે અતુલ કરવાલ નું નામ સૌથી આગળ છે. એ પણ જણાવી દઈએ કે શિવાનંદ ઝાની નિવૃત્તિ બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી

Latest Stories