સર્વોત્તમ કામગીરી માટે ગુજરાત રાજ્યના 6 પોલીસ અધિકારીને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રક મળશે

રાજ્યમાં વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે.

New Update

રાજ્યમાં વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 6 પોલીસ અધિકારીઓને આ મેડલ મળશે. આ સિવાય 151 પોલીસકર્મી માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા આ મેડલ એનાયત કરવામાં આવશે.



જેમાં અભય ચુડાસમા IGP ગુજરાત ગીરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ, આઈજીપી ગુજરાત- ઉષા બચુભાઈ રાડા Dy CP ગુજરાત- સાગર બાગમાર, Dy CP ગુજરાત- રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા ACP ગુજરાત- ભૂપેન્દ્ર નટવરલાલ દવે, ACP ગુજરા તટ સામેલ છે તો કેન્દ્રીય ગૃહમંત્રી પુરસ્કાર મેળવનાર પોલીસકર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસ 8 8-8નો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના 6 પોલીસકર્મીઓ, આ સિવાય તપાસ એજન્સી NIA અને NCBના 5-5 અધિકારીઓ સામેલ છે. બાકીના પોલીસકર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ થી સન્માનિત કરાયેલા પોલીસકર્મીઓમાં 28 મહિલા પોલીસકર્મીની પણ સમાવેશ થાય છે.

#Abhay Chudasama #India #Union Home Minister's medal #Police officers #Connect Guajrat #BeyondJustNews #Gujarat #performance
Here are a few more articles:
Read the Next Article