સુરેન્દ્રનગર : લીંબડી હાઇવે પર કુરીયર કંપનીના વાહનમાંથી કિંમતી 72 પાર્સલમાંથી 23 પાર્સલની લૂંટ થતાં ચકચાર...

કાર્ગો કંપનીના પિકઅપ વાહનને સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર કાનપરા ગામના પાટીયા નજીક રોકી અજાણ્યા શખ્સોએ અલગ અલગ 72 કિંમતી પાર્સલની લૂંટ ચલાવી

સુરેન્દ્રનગર  : લીંબડી હાઇવે પર કુરીયર કંપનીના વાહનમાંથી કિંમતી 72 પાર્સલમાંથી 23 પાર્સલની લૂંટ થતાં ચકચાર...
New Update

લીંબડી હાઇવે પર કાનપરા ગામ નજીકની ઘટના

અમદાવાદથી રાજકોટ તરફ જતી પિકઅપમાં લૂંટ

કાર્ગો કંપનીની પિકઅપને અજાણ્યા શખ્સોએ આંતરી

અલગ અલગ 23 કિંમતી પાર્સલની લૂંટ ચલાવાય

એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો

અમદાવાદથી રાજકોટ તરફ જતી કાર્ગો કંપનીના પિકઅપ વાહનને સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર કાનપરા ગામના પાટીયા નજીક રોકી અજાણ્યા શખ્સોએ અલગ અલગ 72 કિંમતી પાર્સલમાંથી 23 પાર્સલની લૂંટ ચલાવતા એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદથી રાજકોટ તરફ એચ.એલ.કાર્ગો કુરિયર કંપનીની બોલેરો પીકઅપ વાનને ગત રાત્રિના સમયે સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર આવેલ કાનપરા ગામના પાટિયા નજીક 2 કારમાં આવેલ અંદાજે 7થી 8 અજાણ્યા શખ્સો લૂંટના ઇરાદે ધસી આવ્યા હતા, જ્યાં તેઓએ કુરિયર કંપનીની ગાડી સાથે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી ગાડીને રોકી ચાલક તેમજ ક્લીનરને મારમારી ગાડીમાં ભરેલ અંદાજે ૭૨ jજેટલા પાર્સલો હતા જેમાંથી ઇમિટેશન, લેડીઝ આઈટમો, કટલરી આઈટમો તેમજ ચાંદીના દાગીના ભરેલ 23 પાર્સલો સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવી કુરિયરની ગાડીને સ્થળ પર જ મુકી ભાગી ગયા હતા. જે

અંગેની જાણ ચાલકે પોલીસને કરતા એસપી ડો. ગીરીશ પંડ્યા, ડીવાયએસપી ચેતન મુંધવા, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે નાશી છુટેલા અજાણ્યા શખ્શોને વહેલી તકે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા.

#Surendranagar #Robbery Case #Surendranagar Robbery #કુરીયર કંપની #courier company #કાનપરા ગામ
Here are a few more articles:
Read the Next Article