સરદાર સરોવર નર્મદા ડેમના 9 ગેટ ખોલાયા, 1.50 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાયુ

ગુજરાત | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના નવ ગેટ ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

New Update
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
ડેમની સપાટી 134 મીટરને પાર
ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા
1.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું
કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના નવ ગેટ ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમે  સિઝનમાં પ્રથમ વખત 134.75 મીટરની સપાટી વટાવી છે. ઉપરવાસમાંથી 3,60, 629 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના નવ ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીનો 3823 મિલિયન ક્યુબિક મીટર જથ્થો છે તો નર્મદા ડેમ 87%થી વધુ ભરાયો છે.

Read the Next Article

નર્મદા જિલ્લાના પ્રખ્યાત માંડણ લેકમાં કાર ચાલકને સ્ટંટ  ભારે પડ્યો, થાર કાર પાણીમાં ફસાઈ ગઈ

નર્મદા ચોમાસાની ઋતુએ નર્મદા જિલ્લાના પ્રખ્યાત માંડણ લેકને વધુ આકર્ષક બનાવી દીધું છે. રવિવારે રજાના દિવસે હજારો પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા ત્યારે એક

New Update
WhatsApp Image 2025-07-15 at 9.47.25 AM (1)

નર્મદા ચોમાસાની ઋતુએ નર્મદા જિલ્લાના પ્રખ્યાત માંડણ લેકને વધુ આકર્ષક બનાવી દીધું છે.

રવિવારે રજાના દિવસે હજારો પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા ત્યારે એક યુવાને અહીં સ્ટંટ કરવાનો શોખ રાખ્યો અને તેની થાર જીપ લેકના પાણીમાં ફસાઈ ગઈ.
આણંદ જિલ્લાના યુવક લેક કિનારે પોતાની થાર જીપ લઈને આવ્યો હતો. પાણીથી ભરાયેલા માર્ગ પર જીપ હંકારી જતા એન્જિન સુધી પાણી પહોંચ્યું અને કાર ત્યાં જ બંધ થઈ ગઈ. કલાકો સુધી પ્રયાસ કર્યા બાદ પણ વાહન સ્ટાર્ટ ન થયું.સ્થાનિક ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કારમાં બેઠેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા. પિકઅપ ડાલા વડે જીપને પણ બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.