ભરૂચ ઝઘડિયા-વેલુગામની સીમમાંથી ગેરકાયદે રેતી ખનન-વહન કરતાં 9 વાહનો જપ્ત

ઝઘડિયા તાલુકામાંથી નીકળતા ખનીજ જેવા કે, પથ્થર, સિલિકા અને રેતીનું કરોડો રૂપિયાનું ગેરકાયદેસર રીતે ખનન કરી તેનું વહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી

New Update
Bharuch Sand Mining

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામની સીમમાંથી ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતાં વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતાં વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ભૂસ્તર વિભાગ દ્વારા 7 ટ્રકો અને 2 હિટાચી મશીનો સહિત કુલ 9 વાહનો મળી 1 કરોડ 70 લાખનો મોદ્દામાલ જપ્ત કરી ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેઝઘડિયા તાલુકામાંથી નીકળતા ખનીજ જેવા કેપથ્થરસિલિકા અને રેતીનું કરોડો રૂપિયાનું ગેરકાયદેસર રીતે ખનન કરી તેનું વહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા જવલ્લે જ આવા છાપા મારી ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Latest Stories