કૂતરું ફરી કાળ બન્યું, ખેરાલુના ડભોડા પાસે રોડ વચ્ચે કૂતરું આવતા બાઈક ચાલક ફંગોળાયો, સારવાર દરમિયાન થયું મોત, એકને ઇજા

ગાડીની પાછળથી એકાએક કૂતરું આવી જતા બાઈક રોડ પર પટકાયું હતું. જેમાં બે યુવકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.

New Update
કૂતરું ફરી કાળ બન્યું, ખેરાલુના ડભોડા પાસે રોડ વચ્ચે કૂતરું આવતા બાઈક ચાલક ફંગોળાયો, સારવાર દરમિયાન થયું મોત, એકને ઇજા

ખેરાલુ તાલુકામાં આવેલા ડભોડા ખાતે રહેતા ઠાકોર વિક્રમજી તેમજ તેના કુટુંબી ભાઈ વિપુલજી ભવાનજી ઠાકોર GJ2AB0789 બાઈક પર સવાર થઈ લાઈટ ફિટીંગનો સમાન લેવા માટે ખેરાલુ ગયા હતા. જ્યાં સમાન ખરીદી કરી પોતાના ગામ ડભોડા પરત આવી રહ્યા હતા. તે દરમિયાન બાઈક વિપુલજી ઠાકોર ચલાવી રહ્યા હતા. જ્યાં ડભોડા ચોકડી પાસે આવતા સામે આવતી ગાડીની પાછળથી એકાએક કૂતરું આવી જતા બાઈક રોડ પર પટકાયું હતું. જેમાં બે યુવકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.

અકસ્માતના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં બાઈક પાછળ બેસેલા વિક્રમજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ બાઈક ચાલક વિપુલજીને શરીરે ઇજાઓ થતા બંનેને ખાનગી વાહનો મારફતે ખેરાલુ સારવાર માટે લઇ જવાયા ત્યારબાદ વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિક્રમજીને વધુ ઇજાઓ થતા તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો હતો.