ગીર સોમનાથમાં હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં અંધશ્રદ્ધામાં ગળાડૂબ તાલાલાના ધાવા ગામમાં પિતાએ જ સગીરાની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચા થી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડતી થઇ છે. બે દિવસથી પોલીસે ધાવાગામમાં ધામાં નાખ્યા છે એને તપાસ કરી રહી છે.
બાળકીને આઠમની રાત્રે તેના જ પિતાએ કથિત રીતે બલિ ચડાવી દીધી છે. આ બાબતની પુરાવા વિનાની પોલીસને પણ બાતમી મળી હતી. આથી બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમી મળ્યા બાદ પોલીસે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન શેરડીના ખેતરમાઠી રાખ ભરેલી પ્લાસ્ટિકની 2 બેગ અને એક ઝભલું મળી આવ્યું છે. એ બેગની અંદર કપડા અને રાખ જોવા મળી હતી. જ્યાં 14 વર્ષની સગીરાની પિતાએ જ હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તાંત્રિકવિધિમાં અંધવિશ્વાસમાં પિતાએ દિકરીની બલી ચડાવી ખૌફનાક મોત આપ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
આરોપીએ હત્યા બાદ 4 દિવસ સુધી મૃતદેહ સાચવ્યો હતો અને મંત્ર વિદ્યાથી જીવિત કરવાના પ્રયાસો પણ કર્યા હતા. જેમાં દીકરી જીવિત ન થતાં અંતે મૃતક દીકરીની અંતિમવિધિ કરાઇ હતી. હાલ આ બધા આરોપસર પોલીસે સગીરાના માતા-પિતાની કરી અટકાયત કરી છે અને પિતા તથા અન્ય લોકોની તાલાલા મામલતદારે પણ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ કિસ્સામાં કેવું સત્ય બહાર આવે છે.