આણંદ: વિઠ્ઠલ ઉદ્યોગનગર GIDCમાં સનસાઈન એન્ટરપ્રાઇઝમાં ગેસના બોટલમાં આગ લાગતાં અફરાતફરી મચી

ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

સનસાઈન એન્ટરપ્રાઇઝમાં લાગી આગ
New Update

આણંદ તાલુકાના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જી.આઈ.ડી.સી ના પ્લોટ નંબર 1990 માં આવેલ સનસાઈન એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં આજરોજ બપોરના સમયે એકાએક ગેસના બોટલમાં આગ લાગી હતી. આ અંગેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ, કંપનીમાંનો સરસામાન અને મશીનરીને નુકશાન પહોંચ્યું છે..

#આણંદ #સનસાઈન એન્ટરપ્રાઇઝમાં #Sunshine Enterprise
Here are a few more articles:
Read the Next Article