નવસારી સરકારી નોકરી અપાવવાના નામે યુવકો સાથે છેતરપિંડી આચરતી યુવતી દિલ્હીથી ઝડપાય

NGO ચલાવતી રિષિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગતરોજ નવસારી LCB દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે.

New Update

સરકારી નોકરી અપાવવાના નામે યુવકો સાથે છેતરપિંડી

કથિત રીતે રેલ્વે વિભાગમાં નોકરી માટેની અપાતી લાલચ

વ્હોટ્સેપથી કોલલેટર અને I-CARD કાર્ડ પણ મોકલ્યા હતા

યુવકો સાથે છેતરપિંડી આચરતી યુવતી દિલ્હીથી ઝડપાય

દિલ્હીની ઠગ ગેંગના 5 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

 નવસારી જિલ્લાના ગણદેવીના કરાટે શિક્ષક સાથે થયેલી ઠગાઈમાં નવસારીમાં રહેતી અને તપસ્યા નારી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ નામની NGO ચલાવતી રિષિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગતરોજ નવસારી LCB દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે.

ફિલ્મ સ્પેશ્યલ-26ને પણ ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી નવસારીમાં બની હતી. જેમાં દિલ્હીના ઠગ બાજોએ નવસારીના ફરિયાદી યુવાનો વિપિન કુશવાહા સાથે તેના મિત્ર અભિષેક પટેલને દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન પાસેના જુના રેલ્વે યાર્ડમાં લઈ જઈને એન્જિનના ડબ્બા દૂરથી બતાવી કથિત રીતે રેલવે વિભાગની ટ્રેનિંગ આપી હતી

ત્યારબાદ બંને યુવાનોના કોલલેટર અને I-CARD કાર્ડ પણ વ્હોટ્સેપથી મોકલ્યા હતા. બંને યુવાનો પાસે ટુકડે ટુકડે કુલ 33 લાખથી વધુ રૂપિયા ઉસેટી નોકરી ન આપતા આખરે બંને પક્ષ વચ્ચે થયેલા સમાધાનમાં 1.70 લાખ રૂપિયા પરત કરી બાકીની રકમ અંગે ગલ્લાતલ્લા કરતાં આખરે બંને યુવાનોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે રિષિદા ઠાકુરની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મહિલા આરોપી રિશિદા ઠાકુર દ્વારા પોલીસ સ્ટેશનમાં મીડિયાકર્મી અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે દિલ્હી સ્થિત જગમિત સિંહઆશુતોષ અરોરાનિખિલ છાબરાદિપક અને ગોરખ ધામા પોલીસ પકડથી દૂર છે.

#Navsari Police #છેતરપિંડી #સરકારીનોકરી #નવસારી પોલીસ #Navsari LCB #ઠગ ગેંગ
Here are a few more articles:
Read the Next Article