વેરાવળથી સોમનાથ હિન્દુ યુવા સંગઠનની ભવ્ય ધ્વજારોહન શોભાયાત્રા યોજાઈ

વેરાવળથી સોમનાથ હિન્દુ યુવા સંગઠનની ભવ્ય ધ્વજારોહન શોભાયાત્રા યોજાઈ હતી. દોઢ થી બે કી.મી લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો તેમજ આગેવાનો, સંતો જોડાયા હતા.

New Update

શ્રાવણ માસ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને ધ્વજારોહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ચાર વર્ષથી ભવ્ય ધ્વજારોહનનો કાર્યક્રમ યોજાય છે.

જે અંતર્ગત વેરાવળથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી. જે સાત કી.મી. શહેરના રાજમાર્ગો પર પસાર થઈ સોમનાથ મંદિર ખાતે પહોંચી હતી. ધ્વજારોહનના ભવ્ય કાર્યક્રમમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, રાષ્ટ્રીય સચિવ તેમજ સંરક્ષક સહિતના પદાધિકારીઓ ઉપરાંત સંતો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનું ઠેર ઠેર સમાજો, સંગઠનો દ્વારા સ્વાગત અભિવાદન કરાયું હતું.

Latest Stories