અમરેલી : પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહોનું ટોળું ઘૂસ્યું, વન વિભાગની કામગીરી સામે સવાલ..!

સિંહોની સુરક્ષા માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરીને સિંહોની આબાદી અને સંરક્ષણની જવાબદારી નિભાવતા વનતંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે

અમરેલી : પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહોનું ટોળું ઘૂસ્યું, વન વિભાગની કામગીરી સામે સવાલ..!
New Update

અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહોનું ટોળું ઘૂસ્યું હતું, ત્યારે સિંહોની સુરક્ષાની જવાબદારી નિભાવતા વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે, ને સિંહો રાજુલાના રેવન્યુ વિસ્તારોમાં સિંહો આસપાસમાં આવેલી ખાનગી કંપનીઓમાં લટાર મારે કે, કંપનીની સોસાયટીઓ લટાર મારે તેવા અગાઉ વિડીયો વાયરલ થયા છે. તો ખાનગી કંપનીઓમાં દોડતા વાહનોના અકસ્માતોમાં સિંહો મોતને ભેટ્યા હોય તેવા પણ દાખલાઓ મોજૂદ છે, ત્યારે થોડા દિવસ પહેલા પીપાવાવ પોર્ટમાં વાહન અકસ્માતમાં દીપડો મોતને ભેટ્યો હતો,

ત્યારે એજ માર્ગ પર 4 સિંહનું ટોળું ફરી પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક જોવા મળ્યું હતું, ત્યારે સિંહોની સુરક્ષા માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરીને સિંહોની આબાદી અને સંરક્ષણની જવાબદારી નિભાવતા વનતંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે કે, સિંહો પાછળ આટલો આટલો ખર્ચ કરવા છતાં સિંહોની સુરક્ષામાં વનવિભાગ વામણું પુરવાર થઈ રહ્યું હોય તેમ સિંહો છે. પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક પહોંચે છતાં વનવિભાગના કર્મીઓ સિંહો પીપાવાવ પોર્ટ અંદર ઘુસી ત્યાં સુધી કેમ બેધ્યાન રહ્યા તે સવાલ સિંહ પ્રેમીઓને સતાવી રહ્યો છે.

કારણ કે, ખાનગી કંપનીના માર્ગ અને રોડ પર હજારો વાહનોનો અવરજવર સતત રહેતી હોય, ત્યારે દેશની શાન સમા સિંહો ફરી વાહન અકસ્માતમાં મોતને ભેટશે ત્યારે વનવિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવશે કે, કેમ તેને લઈને વન તંત્રની કામગીરીઓ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. વાયરલ થયેલ સિંહના ટોળાનો ફોટો 2 દિવસ પહેલાનો હોવાનું વન વિભાગના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. સિંહો પીપાવાવ પોર્ટની અંદર કસ્ટમ ગેટ સુધી પહોચ્યા ત્યાં સુધી કોઈ વાહન અકસ્માતમાં જો મોતને ભેટ્યા હોત તો શું થાત તેવા સવાલો ફરી સિંહ પ્રેમીઓને અકળાવી રહ્યા છે.

#Amreli Asiatic Lion #Amreli: Forest department #અમરેલી #પીપાવાવ પોર્ટ #સિંહોનું ટોળું #Asiatic Lion #Pipavav Port Amreli
Here are a few more articles:
Read the Next Article