ગીરગઢડાના વડવિયાળા ગામે વૃદ્ધને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો

માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો

માનવભક્ષી દીપડો
New Update

ગિરસોમનાથ જિલ્લાના ગીર ગઢડાના તાલુકાના વડવિયાળા ગામે સોપતિયાલા મહાદેવ વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતા વૃદ્ધ રાત્રે સુતા હતાં ત્યારે અચાનક વહેલી સવારે માનવભક્ષી દીપડો આવી ચડ્યો હતો. અને મીઠી ઊંઘ માણી રહ્યા હતા ત્યારે વૃદ્ધ પર હુમલો કરી ફાડી ખાધા હતા. દીપડો વૃદ્ધને ઉપડી જતાં તેમની પત્ની જાગી જતાં બુમાબૂમ કરવા લાગેલ પરંતું દીપડો ત્યાંથી વૃદ્ધને લઈ નાશી છૂટયો હતો.

સવારે આ વૃદ્ધનો દીપડાએ ફાડી ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ વન વિભાગે કરતા જશાધાર રેન્જના આર.એફ.ઓ સહીત ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

#Una #leopard #ForestDepartmenrt #માનવભક્ષી દીપડો #ખૂંખાર દીપડો
Here are a few more articles:
Read the Next Article