Connect Gujarat
ગુજરાત

કચ્છ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રતનપર ગામે યોજાય રાત્રી સભા, વિવિધ મુદ્દે ગ્રામજનોએ કરી રજૂઆત...

રાપર તાલુકાના ખડીર દ્વિપના રતનપર ગામ ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખડીર દ્વિપના રતનપર ગામ ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાપર તાલુકાના ખડીર દ્વિપના રતનપર ગામ ખાતે રાત્રી સભાનું આયોજન કરાયું હતું. રાત્રી સભામાં ઉપસ્થિત ગામ લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજના અને ગામના વિકાસ તથા ખડીર વિસ્તારોમાં વિવિધ કામો અંગે જાણકારી આપવામાં આવી હતી. ખડીરના બાજરાને વિશ્વ પ્રસિદ્ધ કરવામાં આવશે, તદુપરાંત દાયકા પહેલાં ખડીર વિસ્તારોમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની એક કચેરી કાર્યરત હતી. જેને પણ પુનઃ એક મહિનામાં કાર્યરત કરવામાં આવશે તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. જેમાં મામલતદાર કચેરીને લગતા તમામ કામ સ્થાનિક ખડીરમાં જ થઈ જશે, જેથી લોકોને તાલુકા મથક ભચાઉનો 140 કિલોમીટરનો ધક્કો બચી જશે. ખડીરના લોકોએ પણ વિવિધ ખૂટતી કડીઓ અંગે રાત્રી સભામાં રજૂઆત કરી હતી. જેમાં ખડીર વિસ્તારોમાં આધાર કાર્ડની કીટ આપવામાં આવે, ખડીરમાં મનરેગા યોજના હેઠળ ચેક ડેમ બનાવવામાં આવે, રતનપર વિસ્તારમાં વિજ લાઇનનું મેન્ટેનન્સ કરવા, રતનપર ગઢડા જુથ પંચાયતનું જર્જરિત મકાન તાત્કાલિક બનાવવા, શાળામાં નવા ઓરડા અને સ્ટાફ વધારવા તથા અન્ય સુવિધાઓ ઉપલબ્ધતા માટે રજૂઆત કરવામાં આવી હતી. રાત્રી સભા દરમ્યાન કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, ડીઆરડીના નિયામક આર.કે.ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story