/connect-gujarat/media/post_banners/3096931756111d604e7bdd672e0961863eede362cc6448cadb30faec382df54a.jpg)
વાધપુરના વ્યક્તિને અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડી
અમેરિકા મોકલવા માટે રૂપિયા 70 લાખમાં થઈ હતી ડીલ
રૂપિયા 20 લાખ ખંખેરનાર 2 વિરુદ્ધ નોંધાય પોલીસ ફરીયાદ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુર ખાતે રહેતા ભરત રબારીને મહેસાણા ખાતે રહેતા દિવ્યેશ કુમાર ઉર્ફે મનોજ પટેલ તથા અમદાવાદ ખાતે રહેતા મહેન્દ્ર ઉર્ફે એમડી પટેલ દ્વારા ભરત રબારીને વર્ક પરમીટ વિઝા ઉપર અમેરિકા લઈ જવા માટે વિશ્વાસમાં લઈ રૂ. 70 લાખમાં ડીલ નક્કી કરવામાં આવી હતી. જેમાં એડવાન્સ પેટે રૂ. 20 લાખ લઇ બાકીના રૂ. 50 લાખ અમેરિકા પહોચી કમાઇને આપવાનું જણાવ્યુ હતું.
જોકે, આ પહેલા એડવાન્સ પેટે રૂ. 20 લાખ લઇ ભરત રબારીને મુંબઈથી નેધરલેન્ડ અને ત્યાથી પોર્ટ ઓફ સ્પેન જ્યારે બાદમાં ડોમિનિકા સુધી લઈ જઈ અમેરિકા નહીં મોકલી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી થતાં ભરત રબારીના પત્ની ચેતના રબારીએ 2 લોકો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પ્રાંતિજ પોલીસે ફરિયાદના આધારે એજન્ટ દિવ્યેશ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપીને વોંટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.