વલસાડ: વાપીના પીપરિયા પાસેથી એક ઈસમને નકલી હથિયારના પરવાના સાથે પોલીસની ટીમે ઝડપી લીધો

આરોપી પાસેથી કિં.રૂ 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ કરતા હથિયારના નકલી પરવા બનાવતું રેકેટનો પર્દાફાશ થયો

New Update
વલસાડ: વાપીના પીપરિયા પાસેથી એક ઈસમને નકલી હથિયારના પરવાના સાથે પોલીસની ટીમે ઝડપી લીધો

વલસાડ જિલ્લાની SOGની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમ્યાન વાપીના પીપરિયા ખાતેથી એક ઈસમને બારબોર સીંગલ બેરલવાળી ગન નંગ-1, કારતુસ નંગ-6, બનાવટી હથિયારના 2 પરવાના, તથા બનાવટી રબર સ્ટેમ્પ અને તેમજ મોબાઇલ મળી કુલ કિં.રૂ 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ કરતા હથિયારના નકલી પરવા બનાવતું રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપી વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લા SOGની ટીમને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા સૂચના આપી હતી. વલસાડ જિલ્લા SOGની ટીમ SOG PI એ યુ રોઝના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે વાપીના પીપરીયા, હરિયાણા હોટલ નજીક રોડ ઉપરથી સત્યેન્દ્રકુમાર વિશમ્ભરસીંગ યાદવ નામના ઈસમ પાસે હથિયાર પરવાનો ડુપ્લીકેટ હોવાની બાતમી મળતા વલસાડ SOGની ટીમે તાત્કાલિક બાતમીના વર્ણનવાળા ઇસમને અટકાવી ચેક કરતા ઈસમ પાસેથી બારબોર સીંગલ બેરલવાળી ગન, 6 કારતુસ, 2 બનાવટી હથિયાર પરવાના તથા બનાવટી રબર સ્ટેમ્પ અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGની ટીમે ડુંગરા પોલીસ મથકે આરોપી વિરૂધ્ધ ડુંગરા પોલીસ મથકે IPC કલમ 465, 468, 471, 473, 120(બી) તથા આર્મ્સ એકટ કલમ 25(1-બી)એ, 29 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Latest Stories