અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયો ગંભીર અકસ્માત, લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી, 37 લોકો ઇજાગ્રસ્ત

અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના યાત્રિકોની લક્ઝરી બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી, 37 લોકો ઇજાગ્રસ્ત થયા, 9 લોકોને ગંભીર ઈજાઓ

New Update
clj
Advertisment

ત્રિશૂળિયા ઘાટ ભયજનક અકસ્માત માટે ઓળખાય છે. અવારનવાર અહીં અકસ્માતની ઘટના બનતી હોય છે. આજે ફરીથી એક વખત અકસ્માતની ઘટના સામે આવી હતી. એમાં અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના યાત્રિકોની લક્ઝરી બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી હતી. આ ઘટનામાં કુલ 37 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 9 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.

Advertisment
આજે અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ ઉપર ટ્રિપલ અક્સ્માત સર્જાયો હતો, જેમાં મેક્સ ગાડી, કાર અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લક્ઝરી બસમાં અંજારના કુલ 28 મુસાફરો સવાર હતા, જેઓ અંબાજીથી દર્શન કરીને ઘરે પરત જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલોની સંખ્યા વધારે હોવાથી 4 જેટલી 108 મારફત 37 ઇજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 9 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા છે.

અંબાજી નજીક આવેલા ત્રિશૂળિયા ઘાટમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આજે અંજારથી અંબાજી દર્શેનાર્થે આવેલા યાત્રિકોની લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી હતી, જેથી લક્ઝરી બસમાં સવાર 28માંથી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને ત્રણથી ચાર જેટલી 108 મારફત સારવાર અર્થે દાતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Latest Stories