સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી જતાં રોડ પર કેમિકલની રેલમછેલ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર નજીક કેમિકલ ભરેલું ટેન્કરે પલટી મારતા કેમિકલનો રોડ પર વરસાદ થતાં અફડાતફડી મચી જવા પામી હતી.

New Update
gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર નજીક કેમિકલ ભરેલું ટેન્કરે પલટી મારતા કેમિકલનો રોડ પર વરસાદ થતાં અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં ટેન્કરના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

જેમાં ચોટીલા હાઈવે પર આ અકસ્માતની ઘટના બાદ ટેન્કરમાં ભરેલું કેમિકલ લીક થયું હતું. અને ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર ટેન્કરમાંથી કેમિકલના ફુવારા વહેતા થયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ ચોટીલા પોલીસને થતાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. 

ત્યારે આ અકસ્માતની ઘટનાના પગલે સાવચેતીના ભાગરૂપે ઈમરજન્સી ફાયર ફાઈટરની ટીમને સ્ટેન્ડબાય કરી હતી. જ્યારે રોડ ઉપર ટેન્કર પલ્ટી મારી હોવાથી હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. 

ત્યારે આ રોડ પર વધુ ટ્રાફિક ન સર્જાય તે માટે પોલીસ કામે લાગી હતી. બીજીબાજુ રોડ પર કેમિકલ ઢોળાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રોડ પર પણ પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો. ત્યારે ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર નજીક કેમિકલ ભરેલું ટેન્કરે પલટી મારતા કેમિકલનો રોડ પર વરસાદ થતાં અફડાતફડી મચી જવા પામી હતી

Latest Stories