ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. જખૌના દરિયામાંથી ચરસના પેકેટ મળતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે BSFના જવાનોએ અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન કચ્છના જખૌના દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા છે. એક કિલોના 10 પેકેટ મળ્યા છે. આમ કુલ, 10 કિલો ચરસ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલ બાદ 40 ચરસના પેકેટ મળી આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નજીકના હીરાકોટ બંદર વિસ્તારમાં રહેતા શબ્બીર ખારીયા નામના વ્યક્તિના ઘરમાં ચરસનો જથ્થો પડ્યો છે. જેથી પોલીસે ટીમ બનાવી સબીર ખારીયાના ઘરની અંદર તપાસ શરૂ કરતા તેમાંથી 16 પેકેટ ચરસના અંદાજિત 17 કિલો જેની બજાર કિંમત 26 લાખ 50 હજાર જેવી થાય છે. તે મુદ્દામાં સાથે આરોપી સબ્બિર ખારીયાને પોલીસે ઝડપી લીધો હતો.