Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાંથી વનવિભાગે ગ્રામીણ ગામડાઓને ગોકુળિયા બનાવવાના અધ્યાયનો પ્રારંભ કર્યો

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામ ઠવી ગામને ગુજરાતના નકશામાં એક નવી સિદ્ધિએ લઈ જવાનો શ્રેય રાજ્યના વનવિભાગને જાય છે

X

અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાંથી વન વિભાગ દ્વારા ગ્રામીણ ગામડાઓને દત્તક લઈ ગોકુળિયું બનાવવાના અધ્યાયનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં વન વિભાગનો ગામડાઓને ગોકુળિયા બનાનવવાનો ધ્યેય

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામ ઠવી ગામને ગુજરાતના નકશામાં એક નવી સિદ્ધિએ લઈ જવાનો શ્રેય રાજ્યના વનવિભાગને જાય છે સામાન્ય રીતે ગ્રામીણ ગામડાઓના વિકાસ માટે સરકારી ગ્રાન્ટો, નાણાં પંચ કે ચૂંટાયેલા નેતાઓની ગ્રાન્ટોમાંથી વિકાસના કામો થઈ શકે પણ રાજ્ય સરકાર દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લામા કુલ 109 ચો.કિલોમીટર જમીનમાં આ કન્ઝર્વેશન ગામોને સમાવી લેવામા આવશે ગીરમાથી નીકળતી શેત્રુંજીના કાંઠે કાંઠે સાવજો છેક પાલિતાણા સુધી પહોંચ્યા છે ત્યારે હવે શેત્રુંજી કાંઠાના ગામોમા હવે વનતંત્રને વિશેષ જવાબદારી સોંપાઇ છે ને શેત્રુજી કાંઠાના ગામોમા ઠવી ગામે વનવિભાગ સરકારી પડતર અને ખારાબાની જમીનને ફળદ્રુપને પશુપાલન માટે ઘાસચારો મળી રહી તે રીતે વિકસાવવામાં આવ્યું છે જેથી પશુ પાલકોને ગુણવતા યુક્ત ઘાસચારો મળે જેથી પશુપાલકો પણ નિશ્ચિત થઈ જાય માટે ઠવી ગામની 20 એકર જમીનમાં વનતંત્ર દ્વારા શણીયાર ઘાસ ઉગાવીને આખું અલગ ગૌચર ઉભુ કર્યું છે સાથે સાથે ઠવી ગામમાં વન તળાવ બનાવવાનું કાર્ય ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ગામના સરપંચ પુત્ર દ્વારા વનવિભાગ દ્વારા ગામને દતક લઈને ગામ વિકાસનો નવો અધ્યાયનો આરંભ કરનાર સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

વન્યપ્રાણીઓના રક્ષણ સાથે વન્ય સૃષ્ટિનો ઉછેર પણ વનવિભાગ કરે તેવા નવતર અભિગમને રાજ્યના પ્રથમ ગામ ઠવી ગામને સાર્થક સાબિત કર્યો છે વનવિભાગ આ ગામોમા ચેકડેમ, તળાવ, કોઝવે, વાડીના માર્ગો વગેરેના કામો કાર્યરત કરી દીધા છે ત્યારે વનવિભાગ દ્વારા આજુબાજુના 30 ગામોના સરપંચો સ્થાનિકો ઉપસ્થીત રહીને સિંહોના નવા કન્ઝર્વેશનના ગામડાઓ જોડાઈ તે માટે કાર્યક્ર્મ કર્યો હતો

1996 થી આત્મનિર્ભર બનવા તરફ ઠવી ગામે 96 ચેકડેમો બનાવ્યા છે પણ વનવિભાગ દ્વારા જળ એજ જીવનના સૂત્રને સાર્થક સાબિત કરવા જે રીતે એક તળાવમાંથી ખાલી રહેતા તળાવમાં ગ્રેવીટીના માધ્યમથી તળાવ ભરવાનો વનતંત્રનો આ પ્રયાસ સૌરાષ્ટ્રમાં પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યારે વનવિભાગ ગામને દતક લઈને ગામને ગોકુળિયું બનાવવાનો પ્રથમ પ્રયાસ ગુજરાત રાજ્યમાં ઠવી ગામથી પ્રારંભ થયો હોવાનું આર.એફ.ઓ.નિલેશ વેગડ દ્રારા જણાવવામાં આવ્યું હતું

Next Story