ભરૂચ MP મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવા વચ્ચે પુનઃ એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું..

ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે,

New Update

ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે,જેમાં ચૈતર વસાવા દ્વારા એક કાર્યક્રમમાં અલગ ભીલીસ્તાન પ્રદેશની માંગ કરી હતી,જેનો મનસુખ વસાવાએ વળતો પ્રહાર કર્યો હતો.

તાજેતરમાં રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મીશન વિસ્તારનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં અલગ ભીલીસ્તાન પ્રદેશની માંગ કરીને કેવડિયાને રાજધાની બનાવવાની વાત કરી હતી,તેઓના આ સંબોધન પર ફરી એકવાર રાજકારણ ગરમાયું હતું,અને ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં વળતો પ્રહાર કરીને ચૈતર વસાવાની અલગતાવાદી વિચારસરણી ગણાવી હતી.
 
સાંસદ મનસુખ વસાવા એ ચૈતર વસાવા ની ભીલ પ્રદેશ ની માંગ પર પોતાના સંબોધનમાં જણાવ્યું હતું  કે આવા અલગતાવાદી લોકો દેશ ને તોડવાનું કામ કરી રહ્યા છે,આઝાદી બાદ દેશ એક થયો છે,ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા છે પણ ભારત તો એક જ દેશ છે.વધુમાં મનસુખ વસાવાએ સંસદમાં બજેટ સત્રમાં આંખ બંધ કરીને બજેટ ધ્યાનપૂર્વક સાંભળતા હોવાનું જણાવીને વિરોધીઓ પર શબ્દ બાણ છોડ્યા હતા.
Latest Stories