આ લોકોને કારણે હું આપઘાત કરું છું..! જૂનાગઢના ચોરવાડના યુવાને સુસાઈડ નોટમાં MLAનું નામ લખી પંખે લટકી આયખું ટૂંકાવી લીધું

સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો

New Update
આ લોકોને કારણે હું આપઘાત કરું છું..! જૂનાગઢના ચોરવાડના યુવાને સુસાઈડ નોટમાં MLAનું નામ લખી પંખે લટકી આયખું ટૂંકાવી લીધું

જૂનાગઢના ઝુઝારપુર ગામના એક યુવકે સુસાઈડ નોટમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ તાત્કાલિક ઝુઝારપુર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આપઘાત કરતાં પહેલા યુવકે લખેલી સુસાઇડ નોટ:-


યુવકે આપઘાત કરતાં પહેલા સુસાઈડ નોટમાંલખ્યું કે, 'મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જિમ્મેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છુ..

Latest Stories