Connect Gujarat
ગુજરાત

આપના નેતા રેશ્મા પટેલ લગ્નના તાંતણે બંધાયા, ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કર્યા લગ્ન....

પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે.

આપના નેતા રેશ્મા પટેલ લગ્નના તાંતણે બંધાયા, ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કર્યા લગ્ન....
X

ગુજરાત આમ આદમી પાર્ટીમાં મહિલા વિંગમાં મહત્વની જવાબદારી સંભાળતા અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે. રેશ્માએ ચિંતન સાથે જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવી છે. રેશ્માએ સોશિયલ મીડિયામાં પોતાના સમર્થકોને આ ખુશીના સમાચાર આપ્યા છે. જેમાં તેમણે પતિ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે સાચું સુખ તો ત્યારે આવે ત્યારે આથમતી સાંજે હું થાકુંને તું હાથ આપે.. આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીમાં આપ ગુજરાત વુમન વિંગ્સના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા રેશ્મા પટેલને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રેશ્મા પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Next Story