/connect-gujarat/media/media_files/2025/09/22/chaitar-vasava-in-jail-2025-09-22-17-10-03.jpg)
ગુજરાત હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન આપી દીધા છે. તેમને હવે જેલથી મુક્ત કરાશે. ઉલ્લેખનીય છે કે એટીવીટી બેઠકમાં મારામારીના કેસમાં તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તેમને જામીન આપતાં ગુજરાત હાઇકોર્ટે શરત રાખી હતી કે તેઓ હવે ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે.
ચૈતર વસાવા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ હતા. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ, વસાવાને તારીખ 22 સપ્ટેમ્બર સોમવારની સાંજે અથવા તારીખ 23 સપ્ટેમ્બર મંગળવારે સવારે મુક્ત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. અગાઉ, કોર્ટે તેમને ચોમાસા સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના પેરોલ મંજૂર કર્યા હતા.
ચૈતર વસાવા લગભગ અઢી મહિના જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા છે. પોલીસે નીચલી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. હાઇકોર્ટે કેટલીક શરતો સાથે વસાવાને જામીન આપ્યા હતા. મુખ્ય શરત એ છે કે તેઓ આગામી એક વર્ષ સુધી તેમના મત વિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં.