લીમખેડાથી હાથીધરા ગામ સુધી નવા રોડનું નિર્માણ
ટુ-લેન રોડ બનાવવાની ઉતાવળમાં ઘોર બેદરકારી
R&B વિભાગ રસ્તા વચ્ચે વીજપોલ હટાવવાનું ભૂલ્યું
R&B-PGVCL વચ્ચે જોવા મળ્યો સંકલનનો અભાવ
રોડ વચ્ચે રાખી મુકેલા વીજપોલથી અકસ્માતનો ભય
દાહોદ જિલ્લાના લીમખેડાથી હાથીધરા ગામ સુધી R&B વિભાગ દ્વારા નવો રોડ તો બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ અહી ઘોર બેદરકારીના કારણે રોડ વચ્ચે જ યથાવત રાખવામાં આવેલો વીજપોલ જાણે અકસ્માતોને નોતરું આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
કોઈપણ વિકાસના કામ થતા હોય તો તેમાં જે તે સંબંધિત સરકારી વિભાગોનું સંકલન હોવું જરૂરી છે. પરંતુ સંકલન ન હોવાના કારણે લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ થાય છે. તેનું તાદશ ઉદાહરણ દાહોદ જીલ્લામાં જોવા મળ્યું છે. દાહોદના લીમખેડાથી હાથીધરા ગામ સુધી R&B વિભાગ દ્વારા નવો રોડ તો બનાવી દેવામાં આવ્યો છે. જોકે, માર્ગ મકાન વિભાગ રસ્તાની વચ્ચેનો વીજપોલ હટાવવાનું જ ભૂલી ગયું છે.
R&B વિભાગની ઘોર બેદરકારીના કારણે રોડ વચ્ચે જ યથાવત રાખવામાં આવેલો વીજપોલ જાણે અકસ્માતોને નોતરું આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે, આ રોડ નિર્માણની કામગીરી યોગ્ય આયોજન વિના થતાં સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લીમખેડાથી હાથીધરા ગામે જતા માર્ગના નવીનીકરણમાં માર્ગ અને મકાન વિભાગ ભાન ભૂલ્યું હોય તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે હવે આ રોડ પર યમના દૂત સમાન ઊભેલા વિજ થાંભલો અને વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાની કે, દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે.