Connect Gujarat
ગુજરાત

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ આગાહી કરી છે. જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે
X

હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ આગાહી કરી છે. જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તરપશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનનીગતિ પણ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન વિશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. તે ઉપરાંત ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં સૌથી ઓછુ તાપમાન જૂનાગઢ જિલ્લામાં નોંધાયું હતું. જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

Next Story