/connect-gujarat/media/media_files/2025/12/04/vapi-court-2025-12-04-17-30-31.jpg)
વલસાડમાં 6 વર્ષની નિર્દોષ બાળકી સાથે બનેલી હદયદ્રાવક ઘટનામાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે નરાધમ રઝાક સુભાનખાનને ફાંસીની સજા ફટકારી છે.
42 વર્ષીય આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી ઝાડીઓમાં લઈ જઈ ક્રૂર રીતે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. શ્રમજીવી પરિવારની આ માસૂમ બાળકી પર થયેલો અત્યંત નરાધમ કૃત્ય સમાજને હચમચાવી નાખનાર હતો. ગુનો નોંધાયા બાદ ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો અને મજબૂત પુરાવાઓ સાથે કોર્ટમાં રજૂ કર્યો.
કેસની ગંભીરતા અને બાળકીને નિશાન બનાવવામાં દર્શાવેલ ક્રૂરતા ધ્યાનમાં રાખી વાપીની સ્પેશ્યલ પોક્સો કોર્ટએ આરોપીને કસુરવાર ઠેરવી મોતની સજા ફટકારી. સરકાર તરફથી સુરતના પી.પી. નયનભાઈ સુખડવાલા અને વલસાડના પી.પી. અનિલ ત્રિપાઠીએ રજૂ કરેલી ધારદાર દલીલોને કોર્ટએ સ્વીકારી અને કહ્યું કે આવા ગુનાઓ માટે કોઈ પણ પ્રકારની રિયાયત શક્ય નથી. કોર્ટનો આ નિર્ણય માત્ર ન્યાય નથી પરંતુ સમાજમાં એક મજબૂત સંદેશ પણ છે કે બાળ દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ માટે કાનૂન શૂન્ય સહનશીલતા રાખે છે અને આવા પાપીઓને કડકથી કડક સજા આપવામાં આવશે.