ડાંગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ...

આચાર સંહિતાનુ જિલ્લામાં ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે બદલી, બઢતી, નિમણૂક ઉપર રોક લાગવા સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય

ડાંગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ...
New Update

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ, ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયુ છે. જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર  ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળમા આદર્શ આચાર સંહિતના અમલ માટે જિલ્લા વહીવટી તંત્રે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. 

ડાંગ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ ચૂંટણીની જાહેરાત સાથે જ અમલી બનતી આચાર સંહિતાનુ જિલ્લામાં ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે બદલી, બઢતી, નિમણૂક ઉપર રોક લાગવા સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય તેમ જણાવ્યુ હતુ. જિલ્લા અધિકારીઓને તેમનુ કાર્યમથક નહીં છોડવાની સૂચના આપવા સાથે ચૂંટણી કામગીરી માટે નિયત કરાયેલી વિવિધ સમિતિઓ, સ્કવોડ, ચેકપોસ્ટ પણ કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવાની હિમાયત કરી હતી.

ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટ્લે કે તા. ૧લી ડિસેમ્બરે ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળની યોજાનારી ચૂંટણી સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ, અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તે સુનિશ્ચિત કરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ તાકીદ કરી હતી.

#Dang #Connect Gujarat #આચારસંહિતા #election2022 #Dang Vidhansabha #ચૂંટણી આચાર સંહિતા #ડાંગ #Dang Assembly Constituency...
Here are a few more articles:
Read the Next Article