ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ ઝીંક્યો CNGમાં ભાવવધારો, જાણો શું હશે નવો ભાવ

ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

New Update
ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ ઝીંક્યો CNGમાં ભાવવધારો, જાણો શું હશે નવો ભાવ

નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ યથાવત છે ત્યારે ગુજરાત ગેસ બાદ અદાણી CNG ગેસના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે કે, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. જેથી હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. મહત્વનું છે કે, મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે. વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે.

Advertisment

નવું વર્ષ શરૂ થયું એને માંડ ચાર દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તો સાથે જ PNGના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે વાહનચાલકોએ ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.

Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment