New Update
/connect-gujarat/media/post_banners/8c1a5a3249d89d8b14fb5a98f42bbb4b35a22f773a13887abf0a32b8e19a2bb9.webp)
અમદાવાદ શહેરના સાયન્સ સીટી ખાતે તા. તા. 4 માર્ચ સુધી સાયન્સ કાર્નિવલ-2023નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કાર્નિવલમાં લાઈન્ટ એન્ડ સાઉન્ડ-શો સહિત 3-D રંગોળીએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
અમદાવાદના સાયન્સ સીટી ખાતે સાયન્સ કાર્નિવલ-2023 ચાલી રહ્યો છે. તા. 4 માર્ચ સુધી આયોજિત આ કાર્નિવલમાં સાયન્સ મેજિક શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ અંગેની ચર્ચાઓ અને સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનપ્રેમીઓ અહીં લાઈટ એન્ડ સાઉન્ડ-શો અને 3-D રંગોલી પણ માણી શકે છે. અહીં બાળકોને વિજ્ઞાનમાં રસ પડે તેવા પુસ્તકો ઉપ્લબ્ધ બને તે માટે સાયન્સ બુક ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Latest Stories